શોધખોળ કરો

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

રાજ્યમાં સરેરાશ 4% ઓછો વરસાદ, કચ્છ-સૌરાષ્ટ્ર હજુ 26% વરસાદી ઘટ સાથે કોરાધાકોર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
  • ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છતાં દક્ષિણ-પશ્ચિમ પવન વરસાદ રોકે.
  • રાજ્યમાં સરેરાશ 4% ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ ઘટ.
  • ઓગસ્ટ મહિનામાં 20% ઓછો વરસાદ; અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડશે.

Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો અને નાગરિકો હજુ પણ એક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.

4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં કેમ નથી વરસાદ?

હાલમાં ગુજરાત પર અને તેની આસપાસ 4 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ છે:

નવું લો પ્રેશર: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બન્યું છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.

જૂનું સાયક્લોનિક સર્ક્યુલેશન: મધ્યપ્રદેશ પર રહેલું લો પ્રેશર ભલે નબળું પડ્યું હોય, પણ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ ચાલુ છે.

મોનસૂન ટ્રફ: અમૃતસરથી શરૂ થઈને દેવગઢ મારફતે બંગાળની ખાડી સુધી એક મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: 60 ડિગ્રી પૂર્વમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે.

આટલી સિસ્ટમ હોવા છતાં, હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. પ્રેશર ગ્રેડિએન્ટના કારણે પવનની ઝડપ 15 થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સ સુધી પહોંચી રહી છે, જેથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાહતની વાત એ છે કે, માછીમારો માટે આગામી 5 દિવસ સુધી દરિયો ખેડવા અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

વરસાદના આંકડા: ક્યાં મહેર, ક્યાં કહેર?

22 ઓગસ્ટ સુધીના સિઝનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20.44 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં ભૌગોલિક અસમાનતા સ્પષ્ટ દેખાય છે:

ગુજરાત રિજન: અહીં મેઘરાજાએ મહેર કરી છે અને સામાન્ય કરતાં 13% વધુ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: અહીંની સ્થિતિ હજુ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે.

સમગ્ર રાજ્ય: કુલ મળીને ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં 4% ઓછો છે.

માત્ર ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ તો, આખા રાજ્યમાં 20% ઓછો વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 32% અને ગુજરાત રિજનમાં 14% ની ઘટ નોંધાઈ છે.

અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

અમદાવાદના શહેરીજનો માટે આગામી 7 દિવસ સુધી મોટાભાગે આકાશ વાદળછાયું રહેશે. વાતાવરણમાં પલટાને કારણે ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ કોઈ મોટા કે ભારે વરસાદની અપેક્ષા નથી.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી 7 દિવસમાં વરસાદ કેવો રહેશે?

હવામાન વિભાગ મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદ કેમ નથી?

હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. પ્રેશર ગ્રેડિએન્ટના કારણે પવનની ઝડપ 15 થી 25 નોટ્સ સુધી પહોંચતી હોવાથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

સિઝનનો અત્યાર સુધીનો વરસાદ ગુજરાતના કયા વિસ્તારોમાં ઓછો છે?

સિઝનના આંકડા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ 4% ઓછો છે.

અમદાવાદમાં આગામી 7 દિવસનું હવામાન કેવું રહેશે?

અમદાવાદમાં આગામી 7 દિવસ આકાશ મોટાભાગે વાદળછાયું રહેશે. ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ કોઈ મોટા કે ભારે વરસાદની અપેક્ષા નથી.

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
Embed widget