હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં 6 હવામાન સિસ્ટમ્સ સક્રિય હોવાથી મેઘમહેર જોવા મળશે.
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય, સાત દિવસ ભારે વરસાદની આગાહી.
- આજે બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે.
- રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું.
- માછીમારોને આજે, 16-17 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં એકસાથે 6 જેટલી હવામાન સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી આજે તેમજ 16 અને 17 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
વરસાદના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 501.6 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 494.5 mm વરસાદ થવો જોઈએ. આમ, ચાલુ સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં 1 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
જરાતમાં આજે વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ
ગુજરાતમાં આજે વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સવારે રાજ્યના 13 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે સવારે બનાસકાંઠા, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ સવારે 10 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આમ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાને પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
Frequently Asked Questions
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાની શક્યતા છે?
માછીમારો માટે કઈ સૂચનાઓ આપવામાં આવી છે?
દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી આજે, 16 અને 17 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના અપાઈ છે.
ચાલુ સિઝનમાં ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો છે?
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 501.6 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય રીતે થતા 494.5 mm વરસાદ કરતાં 1 ટકા વધુ છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે?
આજે 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.





















