શોધખોળ કરો

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં મેઘમહેર. આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ, જ્યારે 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી, ૬ સિસ્ટમ સક્રિય.
  • આજે ગાજવીજ સાથે ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ.
  • છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ તાલુકાઓમાં વરસાદ, સરેરાશથી ૧% વધુ.
  • ભારે પવનને લીધે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.

Gujarat rain alert: જો તમે આ વીકએન્ડમાં બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો છત્રી કે રેઈનકોટ સાથે જ રાખજો, કારણ કે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે એક-બે નહીં પરંતુ પૂરી 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમ ભેગી થઈને ગુજરાતમાં ફરી એકવાર જબરદસ્ત વરસાદી માહોલ બનાવી રહી છે.

આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે (15 ઓગસ્ટ) થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના દમણ અને દાદરા નગર હવેલી સહિત ચાર જિલ્લાઓમાં તો ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક અને આજ સવારના વરસાદના આંકડા

વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ખેડાના કઠલાલમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં સવા બે (2.25) ઈંચ અને અન્ય 12 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે સવારે પણ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકાઓમાં 1 મિમીથી 11 મિમી સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. ખાસ કરીને વલસાડ, સુરત, દાહોદ અને ડાંગમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદ થવો જોઈતો હતો, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે. એટલે કે, સિઝનનો 1 ટકા વધુ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

તાપમાનમાં જોવા મળ્યો મોટો ઉતાર-ચઢાવ

તાપમાનની વાત કરીએ તો 13 અને 14 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના શહેરોના તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 13 ઓગસ્ટે દમણ 34°C સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, પણ 14 ઓગસ્ટે ત્યાં તાપમાન સીધું 4.4°C ગગડીને 29.6°C થઈ ગયું! આ ઉપરાંત કંડલામાં 2°C, ડીસામાં 1.5°C અને ભુજમાં 1.4°C નો ઘટાડો નોંધાયો છે, જેનાથી આ વિસ્તારોમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે.

બીજી તરફ, સુરેન્દ્રનગરમાં 1.7°C (29.3°C થી વધીને 31°C) અને ઓખામાં 1.8°C (29.6°C થી વધીને 31.4°C) નો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ (31.9°C), ભાવનગર (31.8°C), અમરેલી (30.9°C) અને પોરબંદરમાં (32.6°C) તાપમાનમાં 0.4°C થી 0.9°C નો સામાન્ય વધારો નોંધાયો છે.

14 ઓગસ્ટે 32.6°C સાથે પોરબંદર અને 32.5°C સાથે નલિયા સૌથી ગરમ શહેરો રહ્યા હતા. જ્યારે સુરત સતત બે દિવસથી 28.5°C અને 28.6°C સાથે સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. વડોદરા (30.8°C) અને દ્વારકા (30°C) નું તાપમાન એકદમ સ્થિર રહ્યું હતું. એકંદરે, 14 ઓગસ્ટે તમામ શહેરોનું તાપમાન 32.6°C ની નીચે રહેતા ગરમીના પારામાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો છે.

માછીમારો માટે ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને 16 અને 17 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા અને સલામત સ્થળે રહેવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી કેટલા દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે?

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે વરસાદી માહોલ બનાવી રહી છે.

આજે (15 ઓગસ્ટ) કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે?

આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી કરાયું છે.

માછીમારોને કઈ તારીખે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે?

હવામાન વિભાગ દ્વારા માછીમારોને 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ કેટલો નોંધાયો છે?

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 501.6 મિમી (19.72 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સરેરાશ 494.5 મિમી વરસાદ કરતાં 1 ટકા વધુ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Advertisement

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
Embed widget