શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં 61 kmph સુધી પવન ફૂંકાશે, સાવધાન રહેજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી.
  • બનાસકાંઠા, દાહોદ સહિત દસ જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે.
  • 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે.
  • સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.

gujarat rain alert: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે રાત્રે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને વડોદરામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 41 થી 61 kmph સુધી પહોંચી શકે છે, જે સામાન્ય કરતા થોડી વધારે હોઈ શકે છે, તેથી ખેડૂતો અને નાગરિકોને સાવધ રહેવું.

બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળશે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 kmph ની આસપાસ રહી શકે છે. હવામાનની આ સ્થિતિ આગામી 3 કલાક સુધી રહેશે, ત્યારબાદ હવામાનમાં સ્થિરતા આવવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat Rain Alert) મેઘરાજાએ જાણે વિરામ લીધો હતો અને ચોમાસાની ગતિ ધીમી પડી હતી. પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આગામી દિવસોમાં વરસાદ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે.

આવતીકાલના હવામાન પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. સાથે જ દાહોદ અને છોટાઉદેપુર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આ દિવસો દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તોફાની પવન ફૂંકાઈ શકે છે. પવન અને ભારે વરસાદના ખતરાને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને માછીમારોને પોતાની સુરક્ષા ખાતર દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ

Frequently Asked Questions

તાત્કાલિક વરસાદની આગાહી શું છે?

હવામાન વિભાગે આગામી 3 કલાક (રાત્રે 7 થી 10) દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. નાગરિકોને પવનની ગતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં ભારે વરસાદ કયા દિવસોમાં અપેક્ષિત છે?

2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

માછીમારો માટે શું સૂચના છે?

2 અને 3 જુલાઈએ ભારે વરસાદ અને તોફાની પવનના ખતરાને જોતા, માછીમારોને પોતાની સુરક્ષા ખાતર દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે.

આગામી 3 કલાકમાં કયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે?

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને વડોદરામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં પવનની ગતિ 41 થી 61 kmph રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget