ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે આ તારીખે માવઠાની કરી આગાહી, જાણો વિગતો
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચર સામે આવ્યા છે. રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં શિયાળામાં ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચર સામે આવ્યા છે. રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં શિયાળામાં ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 1 અને 2 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે. જેમા ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યુ છે. જ્યારે 2 ડિસેમ્બરના રોજ રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલમા કમોસમી વરસાદની શક્યતા છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા માવઠાની શક્યતા નહિવત છે.
આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ ગગડવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ પણ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે. જેમા ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યુ છે.
રાજ્યમાં આગામી 48 કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે. બે દિવસ દરમિયાન તાપમાન 2થી 4 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. રાજ્યમાં 13 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.5 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં હાલ દિવસે ગરમી-રાત્રે ઠંડીના ચમકારાથી ડબલ સિઝન અનુભવાઇ રહી છે.