શોધખોળ કરો

Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

gujarat weather nowcast: હવામાન વિભાગનું 'નાઉકાસ્ટ': સાંજે 7 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે, નાગરિકોને સાવચેત રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું 'નાઉકાસ્ટ' જાહેર કર્યું.
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 60 કિમી ઝડપે પવન, ગાજવીજ સાથે મધ્યમ વરસાદ.
  • અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ અને પવન, નાગરિકોને સાવચેતીની અપીલ.

gujarat weather nowcast: ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવટ કરવાના છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધીના 3 કલાક માટે તાત્કાલિક 'નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની પૂરી શક્યતા હોવાથી લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં રહેશે તોફાની પવન અને મધ્યમ વરસાદ

હવામાન વિભાગની માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ અને પવનનું જોર વધુ જોવા મળશે. સાંજે 7 વાગ્યા સુધી છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 41 થી 61 કિલોમીટર સુધી પહોંચવાની આશંકા છે. આ સાથે જ 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

અહીં સામાન્ય છાંટા અને હળવા વરસાદની શક્યતા

બીજી તરફ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, મહીસાગર, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે. અહીં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30 ટકા કરતા ઓછી છે.

આ પણ વાંચોઃ  

આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

તંત્રની નાગરિકોને ખાસ અપીલ

હવામાન વિભાગે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે તોફાની પવન અને વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. આથી વાહનચાલકોએ ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત, પવનની ગતિ વધુ હોવાથી નબળાં મકાનો કે મોટા હોર્ડિંગ્સ અને વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. વરસાદની લાઈવ અપડેટ માટે નાગરિકોને IMD ની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની સલાહ અપાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

રાજ્યમાં ચોમાસાની જામતી રંગત વચ્ચે આજે ગુજરાતના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, આજે સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3.27 ઈંચ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગના સુબીરમાં 2.13 ઈંચ, જ્યારે ડાંગ તાલુકામાં 1.81 ઈંચ અને વઘઈમાં 1 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ

અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કયા સમયગાળા માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે?

હવામાન વિભાગે આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધીના 3 કલાક માટે તાત્કાલિક 'નાઉકાસ્ટ' જાહેર કર્યું છે. આ સમયગાળામાં રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

કયા જિલ્લાઓમાં તોફાની પવન અને મધ્યમ વરસાદની શક્યતા છે?

છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

નાગરિકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?

લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા, વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવા અને નબળાં મકાનો, મોટા હોર્ડિંગ્સ કે વૃક્ષો નીચે ઉભા રહેવાનું ટાળવા જણાવાયું છે. પાણી ભરાવા અને ટ્રાફિક જામની શક્યતા છે.

કયા વિસ્તારોમાં સામાન્ય છાંટા અને હળવા વરસાદની શક્યતા છે?

દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, મહીસાગર, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે. અહીં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget