શોધખોળ કરો

અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ

Gujarat monsoon entry 2026: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી; અમરેલી, ગીર સોમનાથ અને વલસાડમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી; દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 26 જૂન આસપાસ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અપેક્ષિત છે.
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન વરસાદ સક્રિય; યલો એલર્ટ જાહેર.
  • અમરેલી, ગીર સોમનાથ, વલસાડમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી.

Gujarat monsoon entry 2026: દેશભરમાં હવે ચોમાસું ધીમે ધીમે જમાવટ કરી રહ્યું છે અને ગુજરાતમાં પણ આગામી 2 દિવસમાં એટલે કે 26 જૂન આસપાસ મેઘરાજા સત્તાવાર રીતે એન્ટ્રી મારી દેશે. જોકે, ચોમાસું બેસે તે પહેલાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જામી ગયો છે. હાલ અમરેલી, ગીર સોમનાથ અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે (23 જૂન) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને પણ સાવચેત કરી દેવાયા છે.

મહારાષ્ટ્ર, તેલંગાણા અને બિહારમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મુંબઈ પહોંચેલું ચોમાસું હવે ગુજરાત તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી ગતિવિધિઓ વધી છે. આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં જ રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જેના પગલે ત્યાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હાલ રાજ્યનું તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે, પણ વરસાદી માહોલના કારણે ગરમીથી લોકોને મોટી રાહત મળશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા અને ખાંભા તાલુકાના ડેડાણ, શ્યામગઢ સહિતના ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત, બપોર પછી ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું છે અને છેલ્લા 1 કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ઊના અને ગીર ગઢડા પંથકના બેડીયા, મોતીસર, સનખડા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. લાંબા વિરામ પછી આવો સારો વરસાદ જોતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને વાવણીના કામને વેગ મળશે તેવી આશા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી

બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, પણ આજે વહેલી સવારે 4 થી 6 વાગ્યાના માત્ર 2 કલાકમાં જ ઉમરગામ પંથકમાં 17 mm જેટલો વરસાદ ખાબકી ગયો છે. તો નવસારી જિલ્લાના જલાલપોર પંથકમાં પણ તોફાની પવન સાથે 1.25 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. એકંદરે, ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે અને ગમે ત્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે.

આ પણ વાંચોઃ સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: મનપાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી, લોકો પરેશાન

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત ક્યારે થશે?

ગુજરાતમાં આગામી 2 દિવસમાં એટલે કે 26 જૂન આસપાસ ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરશે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

આજે (23 જૂન) કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

માછીમારો માટે શું ચેતવણી આપવામાં આવી છે?

દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે. તેમને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વર્તમાન વરસાદી ગતિવિધિનું મુખ્ય કારણ શું છે?

રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ વધવાનું મુખ્ય કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવું છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget