શોધખોળ કરો

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

Gujarat weather nowcast today: રાતના 10 થી 1 વાગ્યા સુધીમાં સાબરકાંઠા સહિત 5 જિલ્લાઓમાં 87 kmph ની ઝડપે તોફાની પવન ફૂંકાશે; અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાતમાં તાત્કાલિક ભારે વરસાદની આગાહી કરી છે.
  • અમુક વિસ્તારોમાં 87 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે.
  • સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ.
  • ઉત્તર, મધ્ય ગુજરાત અને અમદાવાદમાં મધ્યમથી હળવો વરસાદ પડશે.

Gujarat weather nowcast today: હવામાન વિભાગે ગુજરાત માટે તાત્કાલિક ધોરણે નાઉકાસ્ટ (Nowcast) એલર્ટ જારી કર્યું છે. જે મુજબ, આજે રાત્રે 10 વાગ્યાથી લઈને મધ્યરાત્રિના 1 વાગ્યા સુધીના આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. આ સમયગાળામાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો ક્યાંક મધ્યમ અને હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી ઘરની બહાર નીકળતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ક્યાં પડશે ભારે વરસાદ અને કેવો રહેશે પવન?

ક્યાં કેવું વાતાવરણ રહેશે તે વિશે વિગતવાર વાત કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારોમાં તોફાની પવન લોકોની મુશ્કેલી વધારી શકે છે, કારણ કે અહીં પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ

બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે માહોલ જમાવી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ જિલ્લાઓમાં પણ પવનનું જોર સારું એવું રહેશે અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

અમદાવાદ અને પાટણ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ

આ ઉપરાંત, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને પણ ગરમીથી થોડી રાહત મળી શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ગતિ સામાન્ય એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે.

આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

આગામી 6 દિવસ માટે ખેડૂતોને ચેતવણી અને દેશના અન્ય રાજ્યોની સ્થિતિ

હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે અને આગામી 6 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વાતાવરણ તોફાની રહેશે તેવી ચેતવણી આપી છે. આથી, ખેડૂતોને તેમના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, દેશના અન્ય રાજ્યોમાં હવામાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બિહારમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 17 લોકોનાં મોત થયા છે. આમ, યુપી અને બિહારમાં કુદરતી પ્રકોપને કારણે કુલ 48 લોકોનો ભોગ લેવાયો છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

Frequently Asked Questions

આજે ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

આજે રાત્રે 10 થી મધ્યરાત્રિ 1 વાગ્યા સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવશે. ગાજવીજ સાથે ભારે, મધ્યમ અને હળવો વરસાદ પડી શકે છે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. અહીં 87 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે?

બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની સંભાવના છે. અહીં 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અમદાવાદ અને પાટણ જેવા વિસ્તારોમાં કેવું હવામાન રહેશે?

પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. અહીં પવનની ગતિ 40 કિમી/કલાકની આસપાસ રહેશે.

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget