શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Gujarat weather nowcast alert: 87 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની ભીતિ, જાણો કયા વિસ્તારોમાં છે મોટો ખતરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાત માટે 3 કલાકની ગંભીર ચેતવણી આપી.
  • ૧૭ જિલ્લામાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ-કરા-પવનની શક્યતા છે.
  • ૨૧ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ.
  • ભારે પવન, વરસાદથી જાનમાલ, ખેતીને નુકસાનની સંભાવના છે.

Gujarat weather nowcast alert: ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 3 કલાક માટે એક અત્યંત ગંભીર ચેતવણી (Nowcast) જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન વાવાઝોડું, કરા અને ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. આ ખતરનાક સ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સતર્ક રહેવા જણાવાયું છે.

17 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ': 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 જિલ્લાઓમાં 15 mm થી વધુ તીવ્રતાવાળો ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાવાની અને કરા પડવાની આશંકા છે. આ વિસ્તારોમાં આકાશમાંથી સીધી જમીન પર વીજળી પડવાની સંભાવના 60% થી પણ વધુ છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદ; સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ; જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

21 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ': મધ્યમ વરસાદની આગાહી

આ સિવાય રાજ્યના અન્ય 21 જેટલા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ (5 થી 15 mm પ્રતિ કલાક) ની આગાહી કરવામાં આવી છે. અહીં 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની શક્યતા 30 થી 60% ની વચ્ચે રહેલી છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદની વકી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

જનજીવન પર શું થશે અસર?

હવામાન વિભાગે આ ખરાબ હવામાનને કારણે થનારા સંભવિત નુકસાન વિશે પણ વહીવટીતંત્ર અને લોકોને ચેતવણી આપી છે:

વાહનવ્યવહાર અને ફ્લાઇટ્સ: નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાવાથી ભારે ટ્રાફિક જામ થઈ શકે છે. રનવે પર પાણી અથવા ખરાબ વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ્સ મોડી પડી શકે છે કે તેને ડાયવર્ટ કરવી પડી શકે છે.

જાનમાલનું નુકસાન: ભારે પવનથી વૃક્ષો, પતરાં, સાઈનબોર્ડ અને હોર્ડિંગ્સ ઉડી શકે છે. જર્જરિત મકાનો ધરાશાયી થવાનો અને વીજળી પડવાથી જાનહાનિ થવાનો મોટો ખતરો છે.

ખેતી અને પશુપાલન: જમીનના ધોવાણ અને પૂરને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ શકે છે. પશુપાલકોને પોતાના પશુઓને તાત્કાલિક સુરક્ષિત અને છતવાળા સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

Frequently Asked Questions

હવામાન વિભાગ દ્વારા કઈ ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે?

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વાવાઝોડું, કરા અને ભારેથી અતિભારે વરસાદની અત્યંત ગંભીર ચેતવણી જાહેર કરી છે. નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સતર્ક રહેવા જણાવાયું છે.

કયા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં શું અપેક્ષિત છે?

મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત સહિત 17 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' છે. અહીં 15 mm થી વધુ વરસાદ, 62-87 કિમી/કલાકની ઝડપે પવન અને કરા પડવાની શક્યતા છે.

આ ખરાબ હવામાનની જનજીવન પર શું અસર થઈ શકે છે?

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિક જામ અને ફ્લાઇટ્સ મોડી પડી શકે છે. ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ્સ ઉડી શકે છે અને વીજળી પડવાથી જાનહાનિનો ખતરો છે. ખેતી અને પશુધનને પણ નુકસાન થઈ શકે છે.

કેટલા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે અને ત્યાં કેવો વરસાદ પડશે?

21 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર વગેરેનો સમાવેશ થાય છે. અહીં 5 થી 15 mm પ્રતિ કલાક મધ્યમ વરસાદ અને 41 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Kheda: મતાલજમાં કરોડોના માટી કૌભાંડથી ખળભળાટ, પંચાયતથી ભૂસ્તર અને મહેસૂલ અધિકારીઓ સામે FIRની માંગ
Kheda: મતાલજમાં કરોડોના માટી કૌભાંડથી ખળભળાટ, પંચાયતથી ભૂસ્તર અને મહેસૂલ અધિકારીઓ સામે FIRની માંગ
'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ
'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Embed widget