શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad heavy rain updates: વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અમદાવાદીઓએ ચા-ભજીયાની મોજ માણી, જાણો આગામી 2 દિવસની હવામાન વિભાગની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો છે.
  • ગઈકાલે શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
  • હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે.
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ; અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે.

Ahmedabad heavy rain updates: અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી એક નવો જ સિલસિલો શરૂ થયો છે. આખો દિવસ ઉકળાટ સહન કર્યા પછી, સાંજ પડતાં જ મેઘરાજા જોરદાર બેટિંગ કરવા મેદાને પડે છે. આજે રવિવારની સાંજે પણ આવું જ કંઈક જોવા મળ્યું. એસ.જી. હાઈવેથી લઈને બોપલ, શેલા અને થલતેજ સુધીના અનેક વિસ્તારોમાં અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મકરબા, સરખેજ, આનંદનગર અને વસ્ત્રાપુરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળતા ઓફિસેથી પરત ફરતા લોકો થોડા અટવાયા હતા. જોકે, લાંબા ઉકળાટમાંથી મળેલી ઠંડકને કારણે શહેરીજનોએ ચા-ભજિયાની જ્યાફત ઉડાવી આ આહલાદક સાંજની મોજ માણી હતી.

દોઢ ઈંચ વરસાદથી અમદાવાદમાં જળવાઈ ઠંડક

શહેરમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો ગઈકાલે (4 જુલાઈ) સવારે 6:00 વાગ્યાથી આજે (5 જુલાઈ) સવારે 6:00 વાગ્યા સુધીમાં સિટીમાં સરેરાશ 39.15 મીમી (અંદાજે 1.54 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ અમદાવાદનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63.15 મીમી (2.49 ઈંચ) પર પહોંચી ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ ખાબકતા વાતાવરણમાં જબરદસ્ત ઠંડક પ્રસરી ગઈ છે.

બીજી તરફ વાસણા બેરેજની સ્થિતિ જોઈએ તો, AMC ના રિપોર્ટ અનુસાર હાલ બેરેજની સપાટી 132.50 ફૂટ (40.386 મીટર) પર છે. નદીમાં અત્યારે કોઈ નવો પ્રવાહ ન આવતો હોવાથી બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને માત્ર કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

આગામી 2 દિવસ (5 અને 6 જુલાઈ) માટે મેઘરાજાનું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન મુજબ 5 અને 6 જુલાઈએ રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામશે:

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન અત્યંત ભારે વરસાદની ચેતવણી છે.

ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં વરસાદનું સારું એવું જોર રહેશે.

અમદાવાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ: અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Frequently Asked Questions

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની પેટર્ન કેવી રહી છે?

છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં દિવસભરના ઉકળાટ પછી સાંજે જોરદાર વરસાદ પડે છે. આનાથી શહેરમાં ઠંડક પ્રસરી જાય છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો છે?

4 જુલાઈ સવારે 6 થી 5 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ 39.15 મીમી (લગભગ 1.54 ઈંચ) વરસાદ નોંધાયો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 2.49 ઈંચ થયો છે.

વાસણા બેરેજની વર્તમાન સ્થિતિ શું છે?

વાસણા બેરેજની સપાટી 132.50 ફૂટ પર છે. નદીમાં નવો પ્રવાહ ન આવતા બેરેજના તમામ દરવાજા બંધ છે અને કેનાલ દ્વારા 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે.

આગામી બે દિવસ (5 અને 6 જુલાઈ) માટે અમદાવાદમાં વરસાદની શું આગાહી છે?

અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget