શોધખોળ કરો

ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો ચિંતિત; અમદાવાદ સહિત રાજ્યભરમાં માત્ર છૂટાછવાયા વરસાદની જ શક્યતા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસું નબળું, સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે.
  • ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં અસર નહિવત્ રહેશે.
  • આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.
  • વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, પાકને પાણીની સખત જરૂર છે.

gujarat monsoon forecast: ગુજરાતમાં અત્યારે ચોમાસું સાવ નબળું પડી ગયું છે અને સાર્વત્રિક વરસાદની આશા રાખીને બેઠેલા લોકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં માત્ર સામાન્ય વરસાદી માહોલ જ જોવા મળશે. વાવણી કરીને સારા વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે હાલ કોઈ મોટા રાહતના સમાચાર નથી.

3 વરસાદી સિસ્ટમ સક્રિય, પણ અસર નહિવત

હાલમાં દેશમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે. પરંતુ, નવાઈની વાત એ છે કે આ ત્રણેય સિસ્ટમની અસર ગુજરાતમાં ભારે વરસાદના રૂપમાં ખાબકે તેવી શક્યતા અત્યારે નહિવત જોવા મળી રહી છે. હાલના હવામાનના સંકેતો સ્પષ્ટ બતાવી રહ્યા છે કે ગુજરાતમાં હાલ પૂરતી કોઈ મોટી અને મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ તેનું જોર એકદમ ઘટી જશે. આવનારા દિવસોનું ચિત્ર કંઈક આવું રહેશે:

છૂટોછવાયો વરસાદ: આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આનો અર્થ એ કે, કોઈ જગ્યાએ મેઘરાજા સામાન્ય મહેર કરશે તો ક્યાંક માત્ર વાદળો ઘેરાયેલા જ રહેશે અને વરસાદનું એક ટીપું પણ નહીં પડે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

અમદાવાદની સ્થિતિ: અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા કે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના નકારી શકાય નહીં.

ખેડૂતોની ચિંતા: રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકના સારા વિકાસ માટે આ સમયે સાર્વત્રિક અને સારા વરસાદની સખત જરૂર છે, પરંતુ હાલ પૂરતું ચોમાસું રિસાયેલું જ લાગી રહ્યું છે.

દાહોદમાં મેઘરાજાની મહેર, વાતાવરણમાં ઠંડક

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યાં દાહોદ માટે સારા સમાચાર છે. લાંબા વિરામ બાદ દાહોદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં પણ સરસ મજાની ઠંડક પ્રસરી ગઈ છે.

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ ચોમાસાની શું સ્થિતિ છે?

હાલમાં ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે. હવામાન વિભાગ મુજબ, આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં માત્ર સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે.

હાલમાં કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેની ગુજરાત પર શું અસર થશે?

દેશમાં 3 વરસાદી સિસ્ટમ (મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન) સક્રિય છે. જોકે, તેની ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની શક્યતા નહિવત છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સંભાવના કેવી રહેશે?

વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ તેનું જોર ઘટશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

વરસાદ ખેંચાવાથી ખેડૂતો પર શું અસર થઈ રહી છે?

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે પાકના સારા વિકાસ માટે સાર્વત્રિક વરસાદની જરૂર છે. હાલ કોઈ મોટા રાહતના સમાચાર નથી.

Advertisement

ટોપ સ્ટોરી

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Patan: પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાધનપુર-સાંતલપુર માટે છોડાયું સિંચાઈનું પાણી
Patan: પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાધનપુર-સાંતલપુર માટે છોડાયું સિંચાઈનું પાણી
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Embed widget