શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે? જાણો માવઠાનો શું છે અનુમાન

Gujarat Weather: આગામી દિવસોમાં હજુ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની કોઇ શક્યતા નથી, જાણીએ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ રહેશે..

Gujarat Weather:ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે. કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જો કે 2 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક  ઘટાડો થશે.  10 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતાં અને ફેબ્રુઆરીમાં આગળ વધતાં  ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. માત્ર નલિયામાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 07 ડિગ્રીથી આસપાસ નોંધાયું છે. રાજકોટનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. ડિસા અને અમરેલી, ભૂજ, દિવ, દમણ, નું ની રાત્રિનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ, પોરબંદરનું રાત્રિનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બરોડાનું તાપમાન 13.8 નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે.  સરેરાશ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનો દાવો.. થોડા દિવસ માટે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. દિવસે ગરમી જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

5 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર  કર્યું છે. આમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢનો સમાવેશ થાય છે. જે પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. વરસાદ દરમિયાન આ રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરીએ રાજસ્થાન માટે વરસાદની ચેતવણી અને 1 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે.                                                                     

બિહારથી રાજસ્થાન સુધી ધુમ્મસ 

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને બિહારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેવાની ચેતવણી પણ આપી છે. આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.  આગામી બે દિવસમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, મધ્ય ભારતમાં તાપમાન વિપરીત રહેવાની ધારણા છે. આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં મધ્ય ભારતને થોડી રાહત મળી શકે છે. IMD એ એક નવી પશ્ચિમી વિક્ષેપની ઓળખ કરી છે, જે હાલમાં ઉત્તરપૂર્વીય ઈરાન (IRAN) પર એક્ટિવ છે.

IMD એ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. 31 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન વરસાદ અથવા ગાજવીજ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 1 ફેબ્રુઆરી માટે ખાસ ચેતવણી જાહેર  કરી છે. આ દિવસે સવારથી રાત સુધી વાવાઝોડા, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનું નિધન: ત્રણ દિવસમાં જ કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનું નિધન: ત્રણ દિવસમાં જ કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Embed widget