શોધખોળ કરો

Gujarat Weather: કડકડતી ઠંડીથી મળશે આશિંક રાહત,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો સાત ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.  જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો ગગડીને 10.5 ડિગ્રી પર પહોંચી ગયો. 

આ તરફ ભૂજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી અને અમરેલીમાં તાપમાનનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો. પોરબંદરમાં 12.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું.  તો વડોદરામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું.  જો કે પવનની ગતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  31 જાન્યુઆરી સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસનું જોખમ છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં અચાનક પલટો આવી શકે છે. ઘણા રાજ્યોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધુ વધારો થશે.

ઉત્તરાખંડ: ભારે વરસાદ અને બરફ વર્ષાની ચેતવણી 

છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડમાં બગડતા હવામાનને કારણે રાજ્યભરમાં ઠંડી ફરી વળી છે. આજે પણ રાજ્યભરમાં હવામાન ગંભીર રહેશે. હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે બાગેશ્વર, ચમોલી, દેહરાદૂન, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, ઉત્તરકાશી, પુરોલા, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, મુનસ્યારી, કપકોટ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

દેશના હવામાન પેટર્ન પર પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાથી અસર થઈ રહી છે. આના કારણે હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા, ઉત્તર અને મધ્ય મેદાનોમાં વરસાદ અને વાવાઝોડા અને અનેક રાજ્યોમાં ભારે પવન અને ઠંડીની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અનેક રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આ હવામાન પ્રણાલી 31  જાન્યુઆરી સુધી સક્રિય રહેશે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા થશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને કરા પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget