ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
ભારતીય રેલ્વે ગુજરાતને બે મોટી ભેટ આપવા જઈ રહી છે. ભારતીય રેલ્વેએ મુસાફરો માટે બે નવી એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાનો પણ સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે એટલે કે આજે સોમવારના રોજ દાહોદમાં આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે. આ ટ્રેન અઠવાડિયામાં ફક્ત ગુરુવારે જ નહીં ચાલે.
આ ટ્રેન દરરોજ સવારે 05:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડશે.આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, રાજકોટ, જૂનાગઢ થઈને બપોરે 12:25 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે. ટ્રેન નંબર 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી દરરોજ બપોરે 2:40 વાગ્યે ઉપડશે. આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વિરાગામ થઈને 21:35 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ગુજરાતના સૌરાષ્ટ્રથી મુંબઈ સુધી ઝડપી કનેક્ટિવિટી આપશે.. ટ્રેન નંબર 099005/૦9૦૦6 મુંબઈ સેન્ટ્રલ - રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ 34 ટ્રીપ કરશે. આનાથી મુંબઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરનારાઓને મોટી રાહત મળશે. તેમ જ તેલંગાણા અને કર્ણાટક રાજ્યો માટે 106 ટ્રીપ ધરાવતી બે જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉધના (સુરત ઝોન) ના મુસાફરોને સેવા આપવા માટે, 192 ટ્રીપવાળી છ જોડી મૂળ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 348 ટ્રીપવાળી 14 પેર ટ્રેનો ઉધના અથવા ભેસ્તાન થઈને પસાર થઈ રહી છે.વિધ સ્થળોએ 930 ટ્રીપ ચલાવવામાં આવી છે. આમાંથી, 376 ટ્રિપ્સવાળી 16 જોડી ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે હશે, જ્યારે 140 ટ્રિપ્સવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં સેવા આપી રહી છે.





















