શોધખોળ કરો

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લોકસાહિત્યકાર હકાભા ગઢવીની કારને સુરેન્દ્રનગર નજીક અકસ્માત નડ્યો.
  • સાપ આડો આવતા કાર પાણીમાં ખાબકી, તેમનો આબાદ બચાવ.
  • ગુજરાતમાં બે દિવસ બાદ ફરી વરસાદ શરૂ, IMDની આગાહી.
  • અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ઘણામાં યલો.

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી હતી. હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં  હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 7:00 AM થી 10:00 AM સુધીનું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો....ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 6 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 41 થી 61 kmph ની ઝડપે ફુંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.

જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને વરસાદ
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના વસ્ત્રાપુર, શ્યામલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણવદેવી અને વેજલપુર જેવા વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાયો છે.

વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે વિઝિબિલિટી (Visibility) ખૂબ જ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી. વહેલી સવારે જ વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. જો આગામી કલાકોમાં વધુ ધોધમાર વરસાદ પડશે તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.

મોરબી અને નવસારીમાં પણ ધોધમાર વરસાદ
મોરબી: મોરબીના માળીયા તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વેજલપર, ખાખરેચી અને જુનાઘાટીલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

નવસારી: બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ગણદેવી તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે. તાજેતરમાં જ આવેલ પૂરની સ્થિતિ બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

Frequently Asked Questions

લોક સાહિત્યકાર હકાભા ગઢવીનો અકસ્માત ક્યાં થયો હતો?

હકાભા ગઢવીની કારને સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે અકસ્માત નડ્યો હતો. તેઓ હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા કાર પાણીમાં ખાબકી હતી.

અકસ્માત બાદ લોક સાહિત્યકાર હકાભા ગઢવીની તબિયત કેવી છે?

સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેમના મિત્રોએ તેમને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢ્યા હતા, અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે?

હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં મધ્યમ વરસાદ સાથે 41 થી 61 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મોરબી અને નવસારીમાં વરસાદની શું અસર જોવા મળી?

મોરબીના માળીયા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. નવસારીના ગણદેવીમાં ફરી વરસાદ શરૂ થતા, તાજેતરના પૂરને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget