શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ડબલ આગાહી; જાણો ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બંગાળની ખાડીથી ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જારી.
  • 30 જુલાઈ, 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્ય.
  • અંબાલાલ પટેલ: 28 જુલાઈથી ઓગસ્ટમાં તોફાની વરસાદનો રાઉન્ડ.

Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ ખમૈયા કરવાના મૂડમાં નથી. બંગાળની ખાડીમાં એક નવું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને પગલે આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે અલગ-અલગ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરી દીધું છે. બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ 28 જુલાઈથી રાજ્યમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની આગાહી કરી છે, જેમાં ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી: ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગના સત્તાવાર જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે:

30 જુલાઈએ: છોટા ઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

1 ઓગસ્ટે: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત, નોંધનીય છે કે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સામાન્ય કરતા 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ:

આગામી બે દિવસ માટે રાજ્યમાં વરસાદી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આજે: રાજ્યના કુલ 18 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આવતીકાલે: રાજ્યના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ; મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર; તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

અંબાલાલ પટેલની આગાહી: 28 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાનું લેટેસ્ટ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર:

આગામી 2 દિવસ: રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

28 થી 30 જુલાઈ: બંગાળના ઉપસાગરમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 28 જુલાઈ બાદ વરસાદનું જોર ફરી વધશે. 28 થી 30 જુલાઈ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

ઓગસ્ટ મહિનો: ઓગસ્ટની શરૂઆતમાં જ રાજ્યમાં અણધાર્યો અને તોફાની વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું મુખ્ય કારણ શું છે?

બંગાળની ખાડીમાં એક નવી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે 30 જુલાઈ અને 1 ઓગસ્ટે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે?

30 જુલાઈએ છોટા ઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતના કેટલા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે?

આજે રાજ્યના 18 જિલ્લાઓમાં અને આવતીકાલે 11 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોનો સમાવેશ થાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 28 જુલાઈથી વરસાદનું જોર ફરી વધશે. ઓગસ્ટની શરૂઆતમાં તોફાની વરસાદ અને ત્રીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget