Heatwave Forecast:આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં તાપમાનનો પારો જશે 43 પાર
Heatwave Forecast:હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર અંગ દઝાડતી ગરમીની ચેતવણી આપી છે. ગરમીને લઇને એલર્ટ જાહેર કર્યું છે.

Heatwave Forecast: રાજ્યમાં ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થશે, છેલ્લા એક સપ્તાહથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત મળી હતી. જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં ફરી એકવાર આકરી ગરમી અકળાવશે. પવનની ગતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આંધી અને વંટોળની સ્થિતિ પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આગ ઝરતી ગરમીની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં તાપમાનો પારો 44 સુધી પહોંચે તેવી શકયતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી જ રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઇ જશે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે હવે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો શરૂ થયા છે જે આકરી ગરમીનો અનુભવ કરાવશે, કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતા છે.
સોમવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. સોમવારે અમરેલીમાં 41.6, ભુજમાં 41.1, સુરેંદ્રનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતા 1 ડિગ્રી વધીને 40.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતુ. તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો વધારો થયો હોવા છતા દિવસ દરમિયાન ચાલુ રહેલા ગરમ પવનનોની અસરથી લોકોએ માથું તપવી નાંખતી ગરમીનો અનુભવ કર્યો હતો. અચાનક ચાલુ થયેલા ગરમ પવનોની અસરોથી લોકોએ લૂની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના દરિયાઇ વિસ્તારમાં ભેજવાળા પવનના કારણએ ગરમીની સાથે બફારાનો અનુભવ પણ થશે.
સોમવારે નોંધાયેલું તાપમાન
- રાજકોટ- 42.0 ડિગ્રી
- અમરેલી- 41.6 ડિગ્રી
- ભૂજ - 41.1 ડિગ્રી
- અમદાવાદ – 40.7 ડિગ્રી
- પોરબંદર-40.0 ડિગ્રી
- વડોદરા- 40.0 ડિગ્રી
- ગાંધીનગર-40.5 ડિગ્રી
- ડિસા- 39.7 ડિગ્રી
- કંડલા - 36.4 ડિગ્રી
- નલિયા - 36.2 ડિગ્રી
અન્ય યૂપીની વાત કરીએ પ્રયાગરાજ રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ સિવાય કાનપુર (IAF અને શહેર), ઈટાવા, વારાણસી, બલિયા, ચુરુક, બાંદા, સુલતાનપુર, અયોધ્યા, ફુરસતગંજ, ગાઝીપુર, ફતેહગઢ, ઝાંસી, ઓરાઈ, હમીરપુર, આગ્રા (તાજ) અને બુલંદશહર જેવા શહેરોનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, ઝાંસી અને આગ્રા રાજ્યના સૌથી ગરમ સ્થળો હતા અને તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.
હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, 22 અને 23 એપ્રિલના રોજ રાજ્યના દક્ષિણ ભાગોમાં કેટલાક સ્થળોએ ગરમીનું મોજું આવી શકે છે. કેટલાક જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે.





















