શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • આવતીકાલે ઉત્તર-મધ્ય ગુજરાતમાં રેડ; અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ.
  • આજે ૨૪૨ તાલુકામાં વરસાદ; રાધનપુરમાં ૮.૯ ઇંચ નોંધાયો.

Heavy rain alert : ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદને લઈ  આગાહી કરી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહી અનુસાર,  મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે આ જિલ્લાઓમાં ઓેરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ  બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં ભારે  વરસાદની આગાહીને લઈ  ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

26 જુલાઈ રવિવારે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 26 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા, વાવ અને થરાદમાં વરસાદની શક્યતા છે.   સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. 

30 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 30 જુલાઈથી  સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા ભારે વરસાદ અને જળભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન ખાસ કરીને નદી-નાળા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવું સલામતી માટે જરૂરી છે. 

આ પણ વાંચો- Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ 

242 તાલુકાઓમાં વરસાદ 

રાજ્યમાં આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે 242 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં આકાશી આફત સ્વરૂપે સૌથી વધુ 8.9 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget