શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

રાજ્યના 10 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી.
  • આજે 10 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ અપાયા છે.
  • અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ; પાટણમાં 8.9 ઇંચ વરસાદ.
  • આવતીકાલે પણ છ જિલ્લા રેડ એલર્ટ પર રહેશે.

Gujarat weather alert: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના 10 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ આવતીકાલે પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.

15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, જામનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓ-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા છે.

આવતીકાલે પણ 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લોકોને સાવચેત રહેવા અપીલ

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સતત વરસાદને કારણે જળબંબાકાર અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે. 

અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ચાંગોદર અને બગોદરા નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા સુરક્ષાના કારણોસર હાઈવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે.

242 તાલુકાઓમાં વરસાદ 

રાજ્યમાં આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે 242 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં આકાશી આફત સ્વરૂપે સૌથી વધુ 8.9 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget