Gujarat Rain Update Live: રાજ્યમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, આ જિલ્લામાં પુરનો ખતરો, જાણો અપડેટ
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.
LIVE
Background
Gujarat Rain Update Live:બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. જેની અસર ગુજરાત પર પણ થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે.
ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં 17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.
ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ
આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.
રાજ્યના 13 જિલ્લામાં યલો અલર્ટ
રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે. તો અમદાવાદ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. ગોતા, થલતેજ, બોપલ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
રાજ્યના ડેમની સ્થિતિ
સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
વડોદરાના શિનોરનું માલસર બન્યું સંપર્ક વિહોણું.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં પાણી છોડાતાના નર્મદાના નીર તેની આસપાસના ગામોમં ફરી વળતા અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વડોદરાના શિનોરથી માલસર જવાના માર્ગ પર નર્મદાના પાણી ફરી વળ્યાં છે. માલસરમાં કેળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. વડોદરાના શિનોરનું માલસર સંપર્ક વિહોણું બન્યું છે.
Gujarat Rain Update: અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા એમએમસીની પોલ ખુલ્લી છે. અમદાવાદમાં મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ચમનપુરા વિસ્તાર પણ જળમગ્ન બન્યું છે. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો પાણીમાં ફસાયા છે. અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સતાધાર ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે.
AEC અન્ડરપાસ પાસે પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.
Gujarat Rain Update :નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા બંધ
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં રાજપીપળા-વડોદરા જવાના તમામ રસ્તા બંધ થઇ ગયા છે, રાજપીપળાથી વડોદરા જવાના તમામ રસ્તાઓ પર ફરી પાણી ફરી વળ્યાં છે. ગરૂડેશ્વર પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જતાં ટાટની પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે
Gujarat Rain Update :ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ
Gujarat Rain Update :જળબંબાકારની સ્થિતિને જોતા ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ચનવાડા, સીતપુર, નવી માંગરોલ ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ઓરડી, જેસંગપુર, નગડોલ, આશોદરા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
Gujarat Rain Update :ચાંદોદમાં જળબંબાકારની સ્થિતિ બોટ દ્રારા રેસ્ક્યુ
Gujarat Rain Update :ચાંદોદમાં પાણી ઘુસતા નાગરિકોની પરેશાની વધી છે. અહીના નંદેરિયા, ભીમપુર, ચાંદોદ, કરનાળી એલર્ટ પર છે. ચાંદોદમાં મલ્હારઘાટના 108 પગથિયા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાતા બોટ મારફતે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.