શોધખોળ કરો

ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં મેઘરાજાની થશે વિશેષ મહેર ?

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. ડાંગમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારથી  ચોમાસુ ફરી જામશે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં હજુ સુધી પાંચ ઈંચ વરસાદ પણ નથી પડ્યો. ચોમાસું બેઠું તેના એક મહિના કરતાં વધારે ગાળામાં રાજ્યમાં કુલ 4.90  ઈંચ વરસાદ પડ્યો છે. મતલબ કે અત્યાર સુધીમાં  મોસમનો સરેરાશ 14.84 ટકા વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં બફારો વધી રહ્યો છે ત્યારે પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો લોકોને ગરમીમાં રાહત મળશે.

હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે.  હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી. 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. તો ડાંગમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુર, નર્મદાના નાંદોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો. તો સુરત શહેર અને દાહોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ સાથે જ વલસાડના ઉમરગામ, નર્મદાના તિલકવાડા, જૂનાગઢના માળિયા અને સુરતના માંગરોળમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદર અને નવસારીના ખેરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરના પાવી જેતપુર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોરમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો  હતો. ભરૂચના હાંસોટ અને છોટા ઉદેપુરમાં દોઢ ઈંચ ખાબક્યો હતો. આ સાથે જ બનાસકાઠાના અમીરગઢ, વડોદરાના સિનોર, ભરૂચ અને નવસારી શહેરમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget