શોધખોળ કરો

રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  જો કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  જો કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે.  અમદાવાદમાં પણ છુટોછવાયો વરસાદ આવી શકે છે. આવતીકાલથી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. 24 અને 25 જુલાઈએ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામા આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ચોમાસાના પ્રથમ રાઉંડમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળી નાંખ્યું છે.  જોકે બનાસકાંઠામાં તો હજુ જોઈએ તેવો વરસાદ જ વરસ્યો નથી.  જોકે બે દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.   સારો વરસાદ વરસે અને સારૂ ઉત્પાદન થાય તેવી આશા સાથે ખેડૂતોએ ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો માંડ 37 ટકા જ વરસાદ નોંધાયો છે.  તેમાંય બનાસકાંઠાના ધાનેરા, સૂઈગામ, વાવ સહિતના વિસ્તારોમાં તો હજુ માંડ 10થી 20 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.  દાંતા, વડગામ, પાલનપુર, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારમાં થોડો ઘણો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યા છે. 

ગત વર્ષ કરતા આ વખતે બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થયો છે.  જેના કારણે ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે એક હેકટર જમીનમાં વાવેતર ખર્ચમાં પણ 15થી 20 ટકાનો વધારો થયો છે.  બીજી તરફ પાણીના તળ પર સતત ઊંડા જઈ રહ્યા છે.  800થી 1 હજાર ફૂટે હાલ પાણી મળી રહ્યું છે. ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતું જો હવે વરસાદ ન વરસ્યો તો ખેડૂતોને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે.  જ્યારે ખેતીવાડી વિભાગના મતે વરસાદ ઓછો હોવા છતા ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાવેતરમાં વધારો થયો છે.  ખેતીવાડી વિભાગનો દાવો છે કે 14 તાલુકામાંથી 12 જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. જોકે લાખણી અને ધાનેરામાં વરસાદ ઓછો છે. 

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Embed widget