શોધખોળ કરો

બનાસકાંઠામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુરના રસ્તા બન્યા જળમગ્ન

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. વહેલી સવાર સુધી પડેલા વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Banaskantha Rain: બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરના વડગામ ગઢ, ચડોતર, માલણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અમીરગઢ તાલુકામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. અમીરગઢના વિરમપુર, ઢોલીયા, મહાદેવીયા, બાલુન્દ્રા, વેરા, ઘાટા, કપાસિયા અને સોનવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વહેલી સવાર સુધી વરસેલા વરસાદના કારણે પાલનપુર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયાં હતાં. ITIથી વડગામને જોડતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુરના જૂના બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું હતું. બસ સ્ટેશનમાં અંદાજે બે ફૂટ જેટલું પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરો પણ પાણી ભરાવાના કારણે અટવાયા હતા.

જો કે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ સહિતના પાકને ફાયદો થવાની આશા છે. 

આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન વિભાગ આગાહી

આ તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કરીને વિવિધ વિસ્તારો માટે એલર્ટ આપ્યા છે. સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી કલાકોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે પવન અને વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે

Advertisement

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget