શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જાણીએ વધુ ડિટેલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે અને આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 12 કલાક દરમિયાન ગુજરાત રિજ્યન  અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે કેટલાક સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા થવાની પણ સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.

હવામાન વિભાગ આગાહી

આ તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કરીને વિવિધ વિસ્તારો માટે એલર્ટ આપ્યા છે. સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી કલાકોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે પવન અને વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

અમદાવાદમાં ભારે વરસાદ

 અમદાવાદમાં આજ સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદમાં સાઉથ બોપલ, સેલા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, સરખેજ, સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ શરૂ કરી છે.  અમદાવાદમાં વહેલી સવારથી આકાશમાં ઘનઘોર કાળા ડિંબાગ વાદળો છવાયા છે, જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ છે. વહેલી સવારથી ગાજવીજ સાથે અને કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં ભાદરવે અષાઢ જેવો માહોલ સર્જાયો છે. સવારથી જ વરસાદ તૂટી પડતા અને વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારે કામ ધંધે નોકરીએ જતાં અને સ્કૂલ જતાં બાળકનો મુશ્કેલી પણ ભારે વરસાદના કારણે વધી છે.

Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Advertisement

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget