શોધખોળ કરો
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ડીસા, પાલનપુર, ધાનેરામાં વરસાદ
વરસાદને પગલે પાલનપુરના ગઠામણ દિલ્લી ગેટ, ડેરી રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પાલનપુર, ડીસા અને અમીરગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે પાલનપુરના ગઠામણ દિલ્લી ગેટ, ડેરી રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમીરગઝ તાલુકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ત્રણ કલાકમાં પાંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. મોડાસાના દધાલિયામાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે. ડુંગર પરથી પાણી આવતા એક મહિલા તણાઈ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં મહિલા તણાતા આસપાસના લોકો મદદમાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ મહિલાને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. માધુપુરા કોઝવે પર પાણી ભરાયા છે જેના કારણે ત્રણ ગામોનો સંપર્ક કપાયો છે. મહાદેવગ્રામ પાસેથી પસાર થતી ઝુમર નદી બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા બાકરોલથી રાજપુરનો સંપર્ક તૂટ્યો છે.
વધુ વાંચો























