શોધખોળ કરો

Gujarat Rain: ગીર સોમનાથમાં ભારે વરસાદ, સુત્રાપાડામાં લોકોના ઘરો સુધી પહોંચ્યા પાણી

Gujarat Rain Update:  ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે.

Gujarat Rain Update:  ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. આજે સવારથી જ ઉના,સુત્રાપાડા અને વેરાવળમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વેરાવળમાં પાણી ભરાયા

વેરાવળમાં પ્રથમ વરસાદે જ મુખ્ય બજારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી ભરાયા છે. ગાંધીચોક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જેને લઈને પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પ્રતિવર્ષ પાલિકા તંત્ર લાખો રૂપિયા પ્રિમોન્સૂન કામગીરી પાછળ ખર્ચે છે. પરંતુ આ પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ થતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ગાંધીચોક ઉપરાંત, શુભાષ રોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓ અને રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

ગીર સોમનાથમાં સાંજે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા

સુત્રાપાડા 146 mm

ઉના 109 mm

કોડીનાર 84 mm

વેરાવળ 93 mm

તાલાળા 89 mm

ગીર ગઢડા 62 mm

તો બીજી તરફ સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે. પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરો સુધી પાણી પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો શેરીઓમાં કમરસમા પાણી વહેતા થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો અનેક ઘરોમાં પાણી પાણી ઘૂસવાની સંભાવના છે.

ઉનામાં મેઘરાજાની એન્ટ્રી

આજે સવારથી જ ઉનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. અનેક શેરીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવામાં મુશ્કેલીમો સામનો કરવો પડી રહ્યો છે. ગોઠણ ડુબ પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. જો કે, આ દરમિયાન નાના બાળકો વરસાદી પાણીમાં મોજ માણવા બહાર નિકળી પડ્યા હતા.  નાના બાળકો વરસાદી પાણીમાં ધુબકા મારતા નજરે પડી રહ્યા છે.

હવામાન વિભાગે કરી ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર , આણંદ , અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ,  ભાવનગર, રાજકોટ  અને જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા , નર્મદા, ભરૂચ, સુરત ,ડાંગ, તાપી, નવસારી , દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, મોરબી, દ્રારકા ,કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget