શોધખોળ કરો

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણી વહી રહ્યા છે.  

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણી વહી રહ્યા છે.  પર્વત પર પાણી વહેતા હોવાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. જૂનાગઢના મજેવડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જૂનાગઢના માંગનાથ રોડ પર પાણી ભરાયા છે.  આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.  ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 

જૂનાગઢના  માંગનાથ રોડ પર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે.  વરસાદી પાણી દુકાન અને કોમ્પ્લેક્સના ભાગમાં ફરી વળ્યા છે.  ગટરના પાઇપ લાઈન કામ શરુ હોય સમસ્યા સર્જાઈ છે. વેપારીઓને  હાલાકી પડી રહી છે. માંગનાથ રોડ જૂનાગઢની મહત્વની બજાર મનાઈ છે. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. 

ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોરાજીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  ધોરાજીના જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક,  મેઈન બજાર,  શાકમાર્કેટ રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  ધોરાજીના નાનીપરબડી,  મોટી પરબડી,  તોરણીયા,  ગુંદાળા,  ફરેણી, જમનાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

ગુજરાતમાં નવરાત્રિ પર વરસાદની આગાહી 

બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે.  આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.  સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે.  ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું.  નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે.  નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.  

નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.  જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે.  જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.  

Gujarat Rain: નવરાત્રિ પર વરસાદની આગાહી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget