શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
દક્ષિણ રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને લઈને શનિવારે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતાં.
મહેસાણા: દક્ષિણ રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને લઈને શનિવારે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતાં. તેમજ આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
દક્ષિણ રાજસ્થાનમાં તૈયાર થયેલી સિસ્ટમના કારણે મહેસાણાના વડનગર પંથક, પાટણ જિલ્લામાં પાટણ અને વારાહી પંથકમાં, સાબરકાંઠાના ઇડર પંથક તેમજ બનાસકાંઠા જિલ્લામાં હળવા ઝાપટાં પડ્યાં હતાં.
વારાહીમાં ગઈ રાત્રે 10 મીનિટ ભારે પવન વચ્ચે ઝાપટું પડ્યું હતું. જેમાં પાવડીયા હનુમાન પાસે એક મકાનના નળીયા ઉડી ગયા હતા. ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી સાંજે 1થી 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં 23 જૂને છુટાંછવાયાં હળવાં ઝાપટાં, 24 જૂને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 25 જૂને ફરી એકવાર પાંચેય જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement