શોધખોળ કરો
આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
હજુ આગામી બે દિવસ અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગાંધીનગર: અમદાવાદમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે લો-પ્રેશરની વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ આગામી બે દિવસ અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે આજે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગુજરાતના નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દરીયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારે વરસાદની આગાહીનાં પગલે 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 સપ્ટેમ્બર બાદ વરસાદમાં ઘટાડો જોવા મળશે. ગુજરાતમાં હાલ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. સિયાર ઝોન અને ઓફશોર ટ્રાફ સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે કહ્યું છે.
વધુ વાંચો





















