શોધખોળ કરો

Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કોડીનાર પંથકમાં વરસાદ વરસ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગીર સોમનાથમાં કોડીનાર પંથકમાં ભારે પવન સાથે કરા પડ્યા.
  • જૂનાગઢના કેશોદ અને માળિયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો.
  • અમરેલી સહિતના વિસ્તારોમાં કેરી અને તૈયાર પાકને નુકસાન.
  • વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન.

ગીર સોમનાથ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કોડીનાર પંથકમાં વરસાદ વરસ્યો હતો. કોડીનારના આલીદર ગામે ભારે પવન સાથે કરા પડ્યા હતા.  ભરઉનાળે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કરાના કારણે કેસર કેરીના પાકને ભારે નુકશાન થવાનો ડર છે. 

કેશોદ પંથકમાં પણ આજે કમોસમી વરસાદ

જૂનાગઢના કેશોદ પંથકમાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો છે.  બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.  હળવા ઝાપટા સાથે સામાન્ય પવન સાથે વરસાદ વરસ્યો છે.  ખેતરોમાં તૈયાર પાકને નુકશાનની ભીતિ છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 

માળિયા પંથકમાં પણ કમોસમી વરસાદ

હવામાન વિભાગે આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.  માળિયા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.  અકાળા, કાલીંભડા, વિરડીમાં માવઠું વરસ્યું હતું.  અડધોથી પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે.  પશુઓના ઘાસસારા પર અસર થઈ છે. 

Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન

ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં કેસર કેરી, બાગાયતી પાક અને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.  પવન અને વરસાદથી આંબાના મોર ખરી પડ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. 

ગુજરાતમાં મીની વાવાઝોડા જેવી અસર

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતમાં મીની વાવાઝોડા જેવી અસર જોવા મળી.

હાલમાં દેશમાં  પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે.   પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે.  હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે.  22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર,  અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હવામાનમાં ફરી એકવાર પલટો આવશે.  આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે  ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget