શોધખોળ કરો
ગુજરાત પર હવે ક્યા વાવાઝોડાનો ખતરો? જાણો આ અઠવાડિયે ક્યા બે દિવસ પડશે અતિ ભારે વરસાદ ?
હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે.

હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂનછી લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડમાં પરિવર્તિત થશે અને 3 જૂનના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાય તેવી શક્યતા છે અને ત્યાર બાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ 2 જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે 3 જૂનની સવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં 1 નંબરનું સિગ્નલ લગાવવા માટે સૂચના આપી દીધેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂને પહોંચવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4-5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. સોમવાર એટલે આજથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















