શોધખોળ કરો

આજે સવારે સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, આ જગ્યાએ 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આજે સવારે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેમાં જૂનાગઢના માંગરોળ, સુત્રાપાડા, વેરાવળ અને કોડીનારમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.

રાજકોટ: રાજ્યમાં આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ મળ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ બાદ ખારીગામ નદી વહી બે કાંઠે વહેતી થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 43.15% જેટલો વરસાદી વરસી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આજે સવારે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેમાં જૂનાગઢના માંગરોળ, સુત્રાપાડા, વેરાવળ અને કોડીનારમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે. માંગરોળમાં 2 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 2 કલાકમા 3 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને કોડીનારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો 43.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો 89.92 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 73.77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.41 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો 28.23 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 29 ટકા વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Embed widget