શોધખોળ કરો

વલસાડ જિલ્લામાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા, ઉમરગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લામાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.  વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે વલસાડ પાણી-પાણી થયું છે.

વલસાડ જિલ્લામાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.  વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે વલસાડ પાણી-પાણી થયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.  બપોરના 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેર અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  જ્યારે પારડીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદને લઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા. 

પારડી ઓવરબ્રિજ  પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.  પારડી પોલીસે ઓવરબ્રિજ પર ભરાયેલા પાણી દૂર કરવા પરસેવો પાડવો પડ્યો.  હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.  ધોધમાર વરસાદને લઈ વલસાડ શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  શહેરના અબ્રામા વિસ્તારની ખંદાર નગરમાં તો લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. જેને લઈ ઘરવખરીને નુકસાન થયું છે.  રહીશોના મતે દર ચોમાસે અહીં પાણી ભરાય છે.  રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વલસાડ જિલ્લાની ઔરંગા નદી સહિત અન્ય નદીઓમાં નવા નીર આવ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો ?

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 એમએમ વરસાદ પડ્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓ માં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વાપી વલસાડ અને ઉમરગામ માં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં પાણી  ભરાયું છે. જેનાથી વાહનચાલકો અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે. વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વલસાડના અનેક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાયાં છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.

અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર થઈ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

છોટાઉદેપુર માં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget