શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ? જાણો આ રહ્યા વરસાદના લેટેસ્ટ આંકડા

સૌથી વધુ ડાંગના વઘઈમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો જ્યારે નવસારીના ચિખલીમાં 2.6 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, માળીયામાં 2 ઈંચ અને તાપીના દોલવણમાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: દિવાળી પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 42 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ડાંગના વઘઈમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના ચિખલીમાં 2.6 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, માળીયામાં 2 ઈંચ અને તાપીના દોલવણમાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે. આ ઉપરાંત ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. ગડુ શેરબાગ, સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા, નાની મોટી ધણેજ ગામોમાં વરસાદ પડતા મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. તાલાલા પંથકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. માધવપુર ઘેડમાં એક કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના માંડવીના ઉપડેલા પાકમાં નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા એક ઈંચ અમરેલીમાં 18 મીમી, ખાંભામાં 11, ધારીમાં 5, લીલીયામાં 4 મીમી જ્યારે અમરેલીના કેરિયાનાગસમાં દોઢ ઈંચ અને ધારીના દલખાણીયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચોમાસાની સિઝન બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં મુશ્કેલી વધી છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જે ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢીને પાતરા કરી રાખ્યા છે તેના વરસાદ પડવાથી ઉભી મગફળી ઉગી જવાની ભીતિ છે. કપાસમાં ફૂલ ફલરી લાગી હોય તે વરસાદના કારણે ખરી પડે છે. જેથી કપાસના પાકને પણ નુકશાન પહોંચે તેવી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget