શોધખોળ કરો
Advertisement
આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે? હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત
ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે કહ્યું હતું કે, આગાહીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં કેટલીએ સ્કૂલ આજે પણ બંધ રાખવામાં આવી છે.
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો માહિતી આપી હતી. હવામાન વિભાગના મતે, આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.
આગામી 24 કલાકમાં ગુજરાતાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરીથી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના દૂરના વિસ્તારોની વાત કરીએ તો, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થતા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય પૂર્વ મધ્યપ્રદેશમાં પણ લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 6 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement