શોધખોળ કરો

Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે. જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. આ કારણે ભારે વરસાદની શક્યતા છે. 
  
હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારે દાહોદ, પંચમહાલ, આણંદ,વડોદરા,છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાતા  દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. 

આ સિવાય અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં  સરેરાશ 62.53 ટકા  વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 60.57 ટકા વરસાદ  વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની શકે છે.  ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે.  માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન  ફૂંકાઇ શકે છે.

29મી જુલાઈ મંગળવારે સુરત, નવસારી, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. 

30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, આણંદ, વડોદરાના અનેક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે.  જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ પડશે.  ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

વરસાદી સિસ્ટમ સક્રિય થશે

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે.  એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget