શોધખોળ કરો

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 જુલાઇથી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જાણીએ વધુ અપડેટ્સ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલ: ૨૨ જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ.
  • ૨૭-૩૦ જુલાઈએ મધ્ય ગુજરાત, અમદાવાદમાં ભારે વરસાદ સંભવ છે.
  • પેસિફિક MGO નબળું પડતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
  • ઓગસ્ટમાં ફરી એકવાર ભારે વરસાદનો તબક્કો આવી શકે છે.

   Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં ચાર ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને ત્રણ ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દ્વારકા, પોરબંદર અને જામનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 24થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ફરી એકવાર અણધાર્યા વરસાદી માહોલની શક્યતા રહેશે, જ્યારે 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક તબક્કો આવી શકે છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

અંબાલાલ પટેલે આ વરસાદી પરિસ્થિતિ પાછળનું કારણ પણ સમજાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ પેસિફિક મહાસાગરમાં MGO (મેડન-જુલિયન ઓસિલેશન)ની સ્થિતિ નબળી પડતાં નવી હવામાન પ્રણાલીઓ સક્રિય બની રહી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને 24 જુલાઈ બાદ બીજી નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધવાની સંભાવના છે.

હવામાનની આગાહી 

રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એક સાથે ત્રણ હવામાન પ્રણાલીઓ (સિસ્ટમ) સક્રિય થતાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ વરસાદની ઘટ છે અને અનેક એવા જિલ્લા છે જ્યાં વાવણી પણ નથી થઇ ત્યારે જુલાઇના બીજા ભાગમાં વરસાદની આગાહી ખેડૂતો માટે રાહત રૂપ સમાચાર છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ખાસ કરીને 27થી 30 જુલાઈ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

જુલાઈના અંતમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે?

મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદમાં ચાર ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ દ્વારકા, પોરબંદર અને જામનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.

આગામી સમયમાં થનારા વરસાદનું મુખ્ય કારણ શું છે?

પેસિફિક મહાસાગરમાં MGO નબળી પડતાં નવી હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ રહી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે અને 24 જુલાઈ બાદ બીજી સિસ્ટમ બનવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિના માટે વરસાદની શું આગાહી છે?

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ફરી અણધાર્યા વરસાદી માહોલની શક્યતા રહેશે. 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક તબક્કો આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget