શોધખોળ કરો

Gujarat Rain: વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biparjoy : આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે  16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. 

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.  સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે  વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ  આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી

આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે.  અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ

પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.  સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.  

બિપરજોય વાવાઝોડાને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર

ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે.  15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે.  દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે.  દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. 

કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.  જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે.  બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે.  માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો  શરૂ થયો છે.  દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે.  ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે.  આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget