શોધખોળ કરો

ગીર-સોમનાથ જિલ્લામાં હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, અનેક પશૂઓના મોતની દહેશત

સોનારીયા ગામમાં હાલ એવી સ્થિતી છે કે ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નીસહાય બની છે.

Gir Somanth Rain: ગીરસોમનાથ જિલ્લામાં હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો છે. પ્રભાસ પાટણ ના સોનારીયા ગામમાં સર્વનાશ નોતર્યો છે. આખૂ ગામ અને સીમ વિસ્તાર હીરણ નદિના પૂરથી દરીયો બની ગયા છે. અચાનક રાતે પૂર આવતા ખીલા સાથે બંધાયેલા સંખ્યા બંધ પશૂઓના મોતની દહેશત છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે તો કેટલાય પાણીમાં તણાઈ ગયા છે. સોનારીયા ગામમાં હાલ એવી સ્થિતી છે કે ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નીસહાય બની છે.

વેરાવળ શહેરમાં દેવકા નદીના પૂરનો પ્રવાહ ઘૂસી જતા સ્થળ ત્યા જ્ળ જોવા મળે છે. 

સુત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  

સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે કુલ 14 ઇંચ  વરસાદ નોંધાયો છે.  ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
Embed widget