(Source: ECI/ABP News/ABP Majha)
સ્વતંત્રતા દિવસ પર ગુજરાતના 19 પોલીસ કર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત
ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે. કેન્દ્ર સરકારે પોલીસ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે.
આવતીકાલે સ્વતંત્રતા દિવસ પર સરકાર તરફથી 1380 પોલીસ જવાનોને વીરતા માટે સન્માનિત કરવામાં આવશે. આ જવાનોમાં આઇટીબીપીના 23 જવાન સામેલ છે. ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે. કેન્દ્ર સરકારે પોલીસ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે, કેન્દ્ર સરકારે 662 પોલીસ કર્મચારીઓને બહાદુરી માટે પોલીસ મેડલ, 628 કર્મચારીઓને બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 88 કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 662 કર્મચારીઓને શાનદાર સેવા માટે પોલીસ મેડલની જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતા દિવસ 2021 ના પ્રસંગે કુલ 1,380 પોલીસ કર્મચારીઓને મેડલ મળશે.
દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે.
હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. તો સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આ ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે.
મહત્તમ મેડલ જમ્મુ અને કાશ્મીર પોલીસ (J&K) પોલીસને ગયા છે. જેમાં જમ્મુ -કાશ્મીરના 256 પોલીસકર્મીઓ અને CRPF ના 151 બહાદુર સૈનિકોનો સમાવેશ થાય છે. આ સિવાય ઓડિશામાંથી 67, મહારાષ્ટ્રમાંથી 25 અને છત્તીસગઢ પોલીસમાંથી 20 નો સમાવેશ થાય છે. આ સાથે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક પોલીસકર્મીઓ ઉપરાંત, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને પણ એનાયત કરવામાં આવશે.
Independence Day: 9 એન્ટી ડ્રોન, 300 CCTV, 5000 જવાન, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર આવી હશે સુરક્ષા વ્યવસ્થા
હવેથી થોડા કલાકો બાદ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવશે. આ જશ્ન-એ-આઝાદીને કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે આખી દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગઈ છે. લાલ કિલ્લાની આસપાસ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ સુરક્ષાનો એટલો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે પક્ષી પણ ત્યાં ફરકી નહીં શકે.
લાલ કિલ્લાની આસપાસ 9 એન્ટી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ચહેરાની ઓળખ સાથે 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી દરેક ચહેરાની વિગતો રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દરવાજાની બહાર મોટા કન્ટેનર મુકવામાં આવ્યા છે, જેથી લાલ કિલ્લો સામેથી ન જોઈ શકાય. લગભગ 15 થી 20 કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 5000 સૈનિકો માત્ર લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. સાવચેતીના ભાગરૂપે દિલ્હીની તમામ સરહદો કાં તો બંધ કરી દેવામાં આવી છે અથવા તો સુરક્ષા કડક કરવામાં આવી છે. દરેક વાહન પર ચોકસાઈથી નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો, એનએસજી કમાન્ડો અને એસપીજીના જવાનો પણ સુરક્ષામાં કોઈ કમી ન રહે તે માટે તૈનાત રહેશે. ઊંચી ઇમારતો પર સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારી ઇમારતોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.