શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લા માટે રાહતના સમાચાર, વધુ બે દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, જાણો વિગત
મૂળી તાલુકાના ઉમરડા ગામ બે કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મૂળી તાલુકાના ઉમરડા ગામ બે કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પતિ-પત્ની કોરોના પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 10 દિવસ બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 33 છે. આજે મોરબી જિલ્લામાં પણ એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement