શોધખોળ કરો

રાત્રે આ જિલ્લાઓમાં વીજળીન કડાકા ભડાકા સાથે ધોધમાવ વરસાદ વરસશે, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

Gujarat Weather Today: કચ્છથી વલસાડ સુધી ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા; રાજ્યના અન્ય 11 જિલ્લાઓમાં હળવા વરસાદના સંકેત, હવામાન વિભાગનું 'નાઉકાસ્ટ' જાહેર

Gujarat monsoon update: ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનું 'નાઉકાસ્ટ' જાહેર કર્યું છે, જેમાં ભારે, મધ્યમ અને હળવા એમ ત્રણેય પ્રકારના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાકમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન (41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે) સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય 15 જિલ્લાઓ અને 3 સંઘ પ્રદેશોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી નો સમાવેશ થાય છે.

જ્યારે, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લી જેવા 11 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા અને ભારે પવનથી સાવચેત રહેવા તેમજ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ અને અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ચોમાસાની સત્તાવાર શરૂઆતનો સંકેત આપે છે. ખાસ કરીને આગામી ૨૭ જૂને યોજાનારી રથયાત્રા દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની આગાહી

  • આજની સ્થિતિ: અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
  • આગામી ૪ દિવસ: રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
  • આગામી ૭ દિવસ: ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
  • ૨૪ થી ૨૭ જૂન: આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

વરસાદનું કારણ અને માછીમારોને સૂચના:

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ૨૪ જૂન સુધી અને ત્યારબાદ ૨૫ થી ૨૯ જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget