Rain Alert: ગુજરાતમાં આજે 15 જિલ્લામાં ખાબકશે વરસાદ, અરબી સમુદ્રમાં ભેજના કારણે વાતાવરણમાં પલટો
Gujarat Rain Alert: અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદ જોર પકડી શકે છે

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી દિવસોમાં વિધિવત રીતે ચોમાસુ બેસી જશે, પરંતુ આ પહેલા જ ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્રથી લઇને મધ્ય ગુજરાતમાં વરસાદની તાબડતોડ બેટિંગ થઇ રહી છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે, રાજ્યમાં 15થી વધુ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામશે. ખાસ વાત છે કે, અરબી સમુદ્રમાં ભેજના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ ખાબકશે.
ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, ચોમાસાનું આગામન થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના પુરેપુરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદ જોર પકડી શકે છે. ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદ પડશે, એટલુ જ નહીં આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ દક્ષિણથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ભેજનું પ્રમાણ વધારે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર મેપ પ્રમાણે, આજે ચોથી તારીખે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર મેપ પ્રમાણે, પાંચ તારીખે બોટાદ, અમરેલી, દીવ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર મેપ પ્રમાણે, છ તારીખે બોટાદ, અમરેલી, દીવ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.





















