Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં પડશે વરસાદ
Rain Forecast: હવામાન વિભાગની આગાહી દરમિયાન હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જાણીએ આજે ક્યાં થશે વરસાદ

Rain Forecast: રાજ્યમાં હાલ હળવાથી મધ્યમ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ આગામી 2 દિવસ વરસાદનું જોર વધશે અને રાજ્યના કેટલાક ભાગોને મેઘરાજા ભીંજવશે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યના કોઇપણ હાલ ધોધમાર વરસાદની શક્યતા નથી., આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. પવનની ગતિ પણ સામાન્ય રહેવાનું અનુમાન છે.
ક્યાં જિલ્લામાં આગામી 2 દિવસ સુધી પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી 2 દિવસ વરસાદનું અનુમાન છે. એટલે કે સુરત, નવસારી,વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદનું અનુમાન છે. આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રની વાત કરીએ તો ભાગનગર, બોટાદ, ગીર સોમનાથ સુરેન્દ્રનગર, હળવા ઝાપટાની શક્યતા છે.
રાજ્યમાં ચોમાસાની દસ્તક ક્યારે?
24 મેના રોજ કેરળથી ચોમાસાની શરૂઆત થઇ. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી. જે મહારાષ્ટ્ર તરફ જતાં જેના કારણે મહારાષ્ટ્રમાં ચોમાસાની વહેલી શરૂઆત થઇ ગઇ. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસુ 10 જૂન આવે છે પરંતુ આ સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં 25 મેના રોજ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું.જો કે બાદ અહીં ચોમાસુ સ્થગિત થઇ ગયું. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ 12 મેની આસપાસ એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ જૂન મહિનાની શરૂઆત દિલ્હી-એનસીઆરમાં વરસાદથી થઈ હતી, પરંતુ હવે રાજધાનીમાં ગરમી યુટર્ન લેવા જઈ રહી છે. આજથી દિલ્હીમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધશે, જેના કારણે દિલ્હીમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, આ અઠવાડિયાના અંત સુધીમાં રાજધાનીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
આસામમાં બુધવારે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ હતી જેમાં વધુ બે લોકોના મોત થયા હતા જ્યારે 21 જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 6.8 લાખ થઈ ગઈ હતી. બ્રહ્મપુત્ર સહિત નવ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી જ્યારે ગુવાહાટી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના ઘણા ભાગોમાં રોડ, રેલ અને ફેરી સેવાઓ પ્રભાવિત રહી હતી. પૂરને કારણે 66 મહેસૂલ વર્તુળો અને 21 જિલ્લાઓના 1,494 ગામોમાં કુલ 6,79,423 લોકો પ્રભાવિત થયા છે.





















