Bharuch: આફ્રિકામાં વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત,ઘટના સીસીટીવીમાં કેદ
ભરુચ: આફ્રિકાના વેન્ડા શહેરમાં વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકમાં મોત થયું છે. હાર્ટ એટેકનો લાઈવ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આમોદ તાલુકાના ઇખર ગામના એક યુવાનને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો.
ભરુચ: આફ્રિકાના વેન્ડા શહેરમાં વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકમાં મોત થયું છે. હાર્ટ એટેકનો લાઈવ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આમોદ તાલુકાના ઇખર ગામના એક યુવાનને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો. ઈખર ગામના ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુ ઉંમર 42 નામના યુવાનનુ આફ્રિકામાં મોત થતા અરેરાટી મચી ગઈ છે.
આફ્રિકામાં વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત pic.twitter.com/DB8Yu4Ndeg
— ABP Asmita (@abpasmitatv) September 10, 2023
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવક 20 વર્ષથી રોજીરોજી માટે આફ્રિકામા સ્થાયી થયો હતો. યુવાનનું મોત નીપજતા વતન ઇખર ગામે પરિવાર સહીત સમગ્ર ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. અંદાજે 10 દિવસ પહેલાં પણ જંબુસરના ટંકારી બંદર ગામના એક યુવાનનું આફ્રિકામાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
પાણીમાં ડૂબી રહેલા 8 વર્ષના પુત્રને બચાવવા માતાએ લગાવી તળાવમાં છલાંગ
રાજકોટ: જિલ્લાના ગોંડલ વિસ્તારમાં માતા પુત્રના મોતથી શોકનો માહોલ છવાયો છે. ગોંડલના રાણસીકી ગામે કપડા ધોતી વેળાએ તળાવમાં ડૂબી જતા માતા પુત્રના મોત થયા છે. તળાવના કાંઠે ન્હાઈ રહેલ પુત્ર રામ ઉ.વ.8 ઉંડા પાણીમાં ગરકાવ થતા માતાએ પણ તળાવમાં છલાંગ લગાવી હતી.
પુત્રને બચાવવા તળાવમાં પડેલ રૈયનીબેન રૂપસંગ સાહદર ઉં.વ.30 નામની આદિવાસી મહિલાનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. તળાવની કાંઠે કપડા ધોતી મહિલાઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. નાના એવા ગામમાં માતાપુત્રના મોતને લઈને આદિવાસી પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું છે.
વડોદરામાં મગરના હુમલામાં બે લોકોના મોત
વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લિમડા ગામે મગરે બે લોકો પર હુમલા કર્યો છે. મગરના હુમલામા બન્નેા કમકમાટી ભર્યા મોત થયા છે. ગુતાલ ગામે કુદરતે હાજતે ગયેલા 65 વર્ષીય વૃધ્ધને મગરે જડબામા જકડી લીધા હતા. સુર્યા કોતરમા મગરે વૃધ્ધાની જાંગ પકડતા વૃધ્ધે વેલો પકડી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મગરના જડબામા ફસાએલા વૃધ્ધને છોડાવી સારવાર અર્થે ખસેડયા હતા.ટુકી સારવાર બાદ હોસ્પિટલમાં વૃધ્ધનુ મોત થયું હતું. વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તો બીજા બનાવમા લિમડા ગામે તળાવમા ન્હાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ બુમાબુમ કરતા લોકોના ટોળેચોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. લિમડા ગામે રહી છુટક મજુરી કરતા યુવાનને મગર ખેંચી ગયો હતો. તળાવમા બાવળના ઝાડ નીચે મૃતકનો મૃતદેહ દેખાયો હતો.જે બાદ સ્થાનિકોએ મૃતદેહ કાઢવાનો પ્રયત્ન હાથ ઘર્યો હતો. જો કે, વનવિભાગ અને પોલીસ તંત્ર આ ઘટનાથી અજાણ હોવાની માહિતી સામે આવી છે. આમ એક જ દિવસમાં મગરના હુમલાથી બે લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે.