શોધખોળ કરો

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં જૂનમાં ૧૪૬ વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
  • કેરળમાં ચોમાસું પહોંચી ૧૫ જૂન પછી આગળ વધ્યું નહીં.
  • એલ-નીનોને કારણે દેશમાં ૪૦% વરસાદની ઘટ જોવા મળી.
  • ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ વરસાદ.

ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે. આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10 ટકાની ઘટ પડવાની સંભાવના છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો

કેરળમાં 4 જૂને સમયસર ચોમાસાનું આગમન થઈ ગયું હતું  પરંતુ ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરના ભાગોમાં ફેલાઈ ગયું. ચોમાસાની સક્રિયતા ઘટવાથી લગભગ છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી. પરિણામે જૂનમાં વરસાદની સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઘટ જોવા મળી. જૂનમાં પૂર્વોતર અને પૂર્વીય ભારતમાં 44 ટકા, દક્ષિણ ભારતમાં 30 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો છે. 

રાજ્યો મુજબ જોવા જઈએ તો દેશમાં મેઘાલયમાં સૌથી વધુ 82 ટકા, ગુજરાતમાં 79 ટકા, મણિપુરમાં 71, છત્તીસગઢમાં 68, ઝારખંડમાં 66, મહરાષ્ટ્રમાં 59, ઉત્તરપ્રદેશમાં 56, ઓડિશામાં 52 અને બિહારમાં 50 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગના મત મુજબ 27 જૂન સુધીમાં ચોમાસાએ માત્ર દેશના 55 ટકા ભાગને આવરી લીધો છે. આ વખતે મુંબઈમાં ચોમાસું 12 દિવસના વિલંબથી આવ્યું. ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનો કારણભૂત હોવાનું કહેવાય છે. આ પહેલા વર્ષ 2002ના જૂનના અંત સુધીમાં માત્ર 50થી 55 ટકા વિસ્તાર આવરી લીધો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં છ વખત અલનીનોની અસર જોવા મળી. જેમાંથી પાંચ વખત દુષ્કાળ અથવા ઓછો વરસાદ નોંધાયો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું વિલંબથી આગળ વધ્યું. જેમાં સાત વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય કે તેથી વધુ રહ્યો હતો. 2019માં અલ-નીનોની અસર છતાં 10 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે હવામાન નિષ્ણાંતોએ અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદની 10 ટકા ઘટનો અંદાજ વ્યકત કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત મળી રહ્યા છે. એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે છોટાઉદેપુર, નર્મદા તો દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના શહેરીજનોને વરસાદ માટે હજુ ત્રણ ચાર દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હજુ બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરાઈ છે. આ સાથે જ અસહ્ય ઉકળાટનું પણ અનુમાન વ્યકત કરાયું છે. જુલાઈના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસો કે બીજા સપ્તાહના પ્રારંભે સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.

Frequently Asked Questions

જૂન મહિનામાં ભારતમાં કેટલો ઓછો વરસાદ નોંધાયો છે?

જૂન મહિનામાં સમગ્ર દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% ઓછો વરસાદ થયો છે. આ વર્ષે જૂનમાં દેશના 146 વર્ષમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

ભારતમાં ચોમાસાના વિલંબનું મુખ્ય કારણ શું છે?

ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનો કારણભૂત હોવાનું કહેવાય છે. છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થયો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે શું આગાહી કરી છે?

હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 1 થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં વરસાદ ક્યારે આવવાની શક્યતા છે?

અમદાવાદના શહેરીજનોને વરસાદ માટે હજુ ત્રણ-ચાર દિવસ રાહ જોવી પડશે. જુલાઈના પ્રથમ સપ્તાહના અંત કે બીજા સપ્તાહના પ્રારંભે સામાન્ય વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget