શોધખોળ કરો

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યા નિમણૂંકના આદેશ

GPSC Chairman: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે વરિષ્ઠ IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેના આદેશો જાહેર કર્યા છે.

આઈપીએસ કેડરના વરિષ્ઠ અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂંક સાથે GPSCને નવા નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ મુજબ, હશમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂંકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની અને વરિષ્ઠ IPS અધિકારી હસમુખ પટેલને ઓગસ્ટ 2023માં ગુજરાત સરકાર દ્વારા નવરચિત પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ બોર્ડે PSI અને LRDની મહત્વપૂર્ણ ભરતી પરીક્ષાઓનું સફળ આયોજન કર્યું છે.

હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

2018થી તેઓ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર સેવા આપવાનો પણ સમાવેશ થાય છે.

હસમુખ પટેલ IPS કેડરના અધિકારી તરીકે ઓળખાય છે અને તેઓ આવતી કાલે GPSCના અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવાનું શરૂ કરશે. તેમની નિમણૂકથી GPSCને નવા નેતૃત્વનો સાક્ષી મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

GPSCના ચેયરમેન તરીકે વરણી થતા હસમુખ પટેલે IPS અધિકારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવું પડશે અને ટૂંક સમયમાં રાજીનામું આપશે.

વિશેષ નોંધનીય છે કે, હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેયરમેન પણ છે, જે સમગ્ર રાજ્યમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે.

આ પણ વાંચોઃ

રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

IPS Hasmukh Patel | IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારીSurendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોતPM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
લાખો રાશન કાર્ડધારકોને લાગશે ઝટકો, ત્રણ મહિનાથી રાશન ન લેનારા પર થશે આ કાર્યવાહી
લાખો રાશન કાર્ડધારકોને લાગશે ઝટકો, ત્રણ મહિનાથી રાશન ન લેનારા પર થશે આ કાર્યવાહી
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
Embed widget