Unseasonal Rain: ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં વિસ્તારમાં વરસ્યો વરસાદ
વેસ્ટર્સન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
Unseasonal Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ
સૌરાષ્ટમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. અહીં રાજકોટ, ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરીમાં પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અહીં ગાજવીજ સાથે એક કલાકથી વધુ વરસાદ પ઼ડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતા મૂક્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદથી ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયું છે. શહેરના મુખ્ય વિસ્તારો કોલેજ ચોક, લાલપુલ, બસ સ્ટેન્ડ રોડ, ઉમવાડા અંડર બ્રિજમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોડીનારમાં ગાજવીજ સાથે 4 કલાક સુધીમાં પડ્યો 2 ઇંચ વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
કોડીનારમાં કમોસમી વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જી છે. અહીં મધ્ય રાત્રી ના 2 થી સવારે 6 વાગ્યા સુઘીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને ગાજ વીજ સાથે વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. કોડીનારમાં ભારે કડાકા ભડાકા અને પવન ના સુસવાટા સાથે 4 કલાક સુધી વરસાદ વરસ્યો.કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાની ભીતિ સેવાઇ રહી છે જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો,ઇડર, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ
- હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના મોડ઼ી રાતથી વતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ.મોડી રાત્રે જિલ્લાના આઠ તાલુકા પૈકી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકતાં અહીં ચોમાસા જેવો માહોલસ સર્જાયો છે.
24 કલાકમાં નોંધાયેલ કમોસમી વરસાદ
ઇડર 08 મિમી - ખેડબ્રહ્મા 04 મિમી
- તલોદ 04 મિમી
- પ્રાંતિજ 05 મિમી
- પોશીના 00 મિમી
- વડાલી 07 મિમી
- વિજયનગર 06 મિમી
- હિંમતનગર 08 મિમી
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મધરાથી શરૂ થયા વરસાદી ઝાપટા
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગરમાં પણ મધરાતે વરસાદ ખાબક્યો હતો. અહીં ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે.
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહી મોડાસા,અને ભિલોડા પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો.
બાયડ,મેઘરજ, માલપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.તો મોડાસાના ટીંટોઈ, જીવનપુર સહિતના વિસ્તાર મા ગાજવીજ સાથે વરસાદ વરસતાં ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ભિલોડાના સુનોખ, વાંસેરા પંથકમાં સાંજથી વરસાદ વરસ્યો હતો.
ભાવનગરમાં વહેલી સવારથી સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી
ભાવગનર જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીં અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યાં.
સૂર્યનારાયણ આખો દિવસ વાદળો વચ્ચે ઘેરાયેલા રહેતા ગરમીની અસર નહીંવત રહી. ઉનાળાની ઋતુ મધ્ય ચરણમાં પહોંચી છતાં એક પણ વખત ગરમીનો પારો અઙીં 40 ડિગ્રીએ પહોંચ્યો નથી, 48 કલાકમાં મહત્તમ તાપમાન 3.7 ડિગ્રી ઘટયું છે. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે વાતાવરણ પલટાયું ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો.બદલાયેલા વાતાવરણ નાં કારણે બાજરી, ડુંગળી અને કેરી, મગ, તલ જેવા અન્ય પાકોમાં ખેડૂતોને નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. રાણીગાળા, ઝડકલા, પા, કાત્રોડી, ચોક, જલિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છૂટા છવાયો કમોસમી વરસાદ શરૂ થયો છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર બાલાસિનોર વિરપુર પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભિતી સેવી રહ્યાં છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં અહીં વાતાવરણ ઠડુગાર બન્યું છે. અહીં ખાનપુરના નરોડામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.