શોધખોળ કરો
રાજ્યમાં દિવાળી પછી પડશે કાતીલ ઠંડી, વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રિથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં હવે ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. રવિવારે 14 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું. અમદાવાદીઓને ઠંડીનો ચમકારો અનુભવાયો છે. વહેલી સવારે અમદાવાદીઓ વોકિંગ, રનિંગ અને સાયકલિંગ કરતા જોવા મળ્યા હતા. ઠંડી થોડી વધી હોવાનો લોકો મત વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રિથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણના કારણે લોકો વાઈરલ ઈંફેક્શન સહિતના રોગનો ભોગ બની રહ્યા છે. હવામાન વિભાગના મુજબ દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થશે. ગુજરાતમાં પડતી ઠંડી જમ્મૂ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ઠંડા પવન પર આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















