શોધખોળ કરો

જામનગર યૌન શોષણ કેસઃ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, કોણ છે આ બંને શખ્સો?

પોલીસે જણાવ્યું હતું કે, મહિલા એટેન્ડન્ટની ફરિયાદને આધારે એલ.બી. પ્રજાપતિ અને અકબરલીને ડિટેન કર્યા હતા. ફરિયાદમાં આ બે લોકોના નામ સામે આવ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

જામનગરઃ રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની ફરિયાદને ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ મામલે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના પણ કરી હતી. કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. કમિટીની તપાસ બાદ ગત સાંજે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.  

કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી. પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા એટેન્ડન્ટની ફરિયાદને આધારે એલ.બી. પ્રજાપતિ અને અકબરલીને ડિટેન કર્યા હતા. ફરિયાદમાં આ બે લોકોના નામ સામે આવ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરાઇ હતી. જેમાંથી કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરાતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

આ યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટીએ મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમજ સરકારને મોકલી અપાયો હતો. જોકે, પોલીસ ફરિયાદ ન થતા ગઈ કાલે મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Pratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહીWeather Update: સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી, લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Embed widget